GUJARATNAVSARI

Navsari: મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ પટેલએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત  આજરોજ મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલશ્રી મંગુભાઇ છગનભાઇ પટેલે  નવસારી  સેન્ટ ફ્રાન્સીસ ઓફ એસીસ કોન્વેન્ટ હાઇસ્કુલ નવસારી ખાતે તેમના ધર્મપત્નિ અને દિકરાઓ સહિત સહપરીવાર  મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે તેમણે સૌ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ દેશનું સૌથી મોટું પર્વ છે. દરેક નાગરિકે પોતાનો કિમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. તેમણે સૌને અચુક મત આપવા વિનંતી કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button