
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ સિંહ બારીયા સાહેબ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રીયાઝ શૈખ જી નું સ્વાગત કરવામાં આવ્યું

દેશ ના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પસમાંદા મુસ્લિમ સમાજ ને લઈ કરેલ ચીંતા અને દેશની આઝાદી થી લઇ આજ સુધી એમને તુષ્ટિકરણ નો ભોગ બનાવવામાં આવતા રહ્યા એવા સમય માં ” રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ” ની રાષ્ટ્રીય સ્તરે રચના અને ત્યાર બાદ પ્રદેશ સ્તરે મહીસાગર જીલ્લા ના વતની અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા પ્રદેશ કાર્યાલય સહમંત્રી રિયાઝ શેખ ની ગુજરાત ના “રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ” ના અધ્યક્ષ તરીકે વરણી થઈ છે ત્યારે જીલ્લા ભાજપ તરફ થી શુભ કામનાઓ પાઠવું છું. અને પસમાંદા મુસ્લિમ સમાજ ની સેવા માં પોતાનું યોગદાન આપે તેમજ રાષ્ટ્ર પ્રથમ ના ભાવ સાથે પ્રગતિ કરે એ જ અપેક્ષા સાથે વાત્સલ્ય સમાચાર પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે









