NAVSARIVANSADA

વાંસદા તાલુકામાં ચોકાવનારી ઘટના 

વાંસદા તાલુકામાં ચોકાવનારી ઘટના

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ -વાંસદા,

વાંસદા તાલુકાના રવાણિયા ગામે પતિ પત્ની એક બીજા ઉપર પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનો વહેમ રાખી ઝગડી પડતા આદિવાસી પરિવારના આત્મ હત્યા અને બાળકોની હત્યા કરી દેવાની ચકચારીત ઘટના સામે આવી છે.

 

વાંસદા તાલુકાના રવાણીયા ગામની ચકચારી ઘટના રવાણીયા ગામે પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી ગામના એક દંપતિએ પોતાની બે માસુમ બાળાઓ સાથે કરી આત્મહત્યા 7 વર્ષ અને 4 માસની બે માસૂમ મોતને ઘાટ ઉતાર્યા બાળાને બે બાળકો ને મોતને ઘાટ ઉતારી પતિ પત્નીએ પણ કરી આત્મહત્યા સમગ્ર ઘટનામાં પતિનું લગ્નેતર સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું વાંસદા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

 

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં ઝગડો થયા બાદ આવેશમાં આવી બે બાળકીઓને મારી નાખ્યા બાદ પતિ પત્નીએ એક જ પ્લાસ્ટિક ની દોરી ઉપર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. જો કે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

રવાણિયા ગામે રહેતા 35 વર્ષીય ચુંનીલાલ જત્તર ગાવિત, તેની પત્ની 32 વર્ષીય તનુજા બેન ચુંનીલાલ ગાવીત, 7 વર્ષીય બાળા કશિષ, અને 4 માસની દિત્યા મળીને કુલ 4ના એકી સાથે મોત થતા પોલીસ સહિત સમગ્ર ગામ ચોંકી ગયું છે. યુવાન યુનિ બીજ કંપનીમાં નેટવર્ક માર્કેટિંગનું કામ કરતો હતો.

[wptube id="1252022"]
Back to top button