BHUJGUJARATKUTCH

ગેરકાયદેસર હથિયાર(બંદુક) સાથે બે ઇસમોને પકડી પાડતી પ્રાગપર પોલીસ.

૨૫-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા કચ્છ :- પ્રાગપર પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ નાઇટ પેટ્રોલીંગમા કુંદરોડીથી બગડા તરફ જતા રોડ પર સઘન વાહન ચેકિંગ કરતાં તે દરમ્યાન એક મોટર સાઇકલ પર બે ઇસમો શંકાસ્પદ રીતે મોટર સાઇકલની લાઇટ બંધ કરી નીકળતા જે મોટર સાઇકલને કોર્ડન કરી ઉભુ રખાવી ચેક કરતાં મોટર સાઇકલ નંબર GJ12BD-4776.ના રશીક ભાણજી દેવિપુજક (ઉ.વ.૩૦)રહે.કુદંરોડી તા-મુંદરા (૨) કરશન ભાણજી દેવિપુજક (ઉ.વ.૨૩)રહે.કુંદરોડી તા-મુંદરા.ચાલક પાછળ બેઠેલ ઈસમ પાસેથી દેશી બંદુક તેના પટ્ટા સાથે મળી આવેલ હોઇ જે બંદુક કબ્જામાં રાખવા બાબતે કોઈ પરવાનો કે લાયસન્સ પોતાની પાસે ન હોઇ જેથી મળી આવેલ સીંગલ બેરલ મજલ લોડ હાથ બનાવટની દેશી બંદુક કબ્જામાં રાખવા સબબ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મળી આવેલ ગેરકાયદેસર હથિયાર બાબતે ઉંડાણપુર્વકની તપાસ ચાલુમાં છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર,એચ.એસ.ત્રિવેદી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સપેક્ટર, આર.એન.વાડલે તથા એ.એસ.આઇ. ગોપાલભાઇ ડી. મહેશ્વરી તથા પો.હેડ કોન્સ. નરેન્દ્રસિહ આર. જાડેજા તથા રવજીભાઈ જી. બરાડીયા તથા પ્રકાશભાઇ સી. ચૌધરી તથા પો.કોન્સ. ઈશ્વરભાઈ સી. ચૌધરી તથા અશોકકુમાર એ. આશલ તથા જયપાલસિહ ડી જાડેજા નાઓ જોડાયેલ હતા.

[wptube id="1252022"]
Back to top button