
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ઉનાઇ માતાજીના મંદિરના પટાંગણમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજય સંગીત અકાદમી, ગાંધીનગરના સહયોગથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકડાયરામાં ઓમ સાંઇ ભજન મંડળ દ્વારા દેશભકિત ગીતો અને શૌર્યો ગીતો રજૂ થયા હતાં. આ લોકડાયરામાં ગાયક નરોત્તમભાઇ પુના તથા તૃષા ચૌધરીએ ભારે રમઝટ જમાવી હતી. જેને માણવા ઉનાઇ તથા આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.
આ કાર્યક્રમમાં વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી.આઇ.પટેલ, વાંસદા મામલતદાર શ્રી વસાવા, ઓમ સાંઇ ભજન મંડળના પ્રમુખ શ્રી રાજુભાઇ ગરાણીયા ઉપસ્થિત રહયાં હતાં.
[wptube id="1252022"]





