દ્વારકામાં પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૩નો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા

માહીતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ, દ્વારકા ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણ થકી આજીવિકા પ્રાપ્ત કરવાના ઉદેશ્યથી પ્રાદેશિક સરસ મેળો તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ દ્વારકા ખાતે યોજાશે.
ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યભરમાંથી ૫૦ જેટલા સ્વસહાય જૂથો સહભાગી થયા છે. જેમાં વિવિધ આર્ટસ એન્ડ ક્રાફટ સ્ટોલ, સેલ્ફી પોઇન્ટ, લાઈવ ફૂડ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર છે. આ મેળો તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી સવારના ૧૧ કલાકથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી રહેશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામદેભાઈ કરમુર, સહિતના ઊપસ્થિત રહ્યા હતા.









