
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલુ થયું

ગ્રામજનોએ સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં લાઈનો લગાવી પોતાનો કિંમતી વોટ આપ્યો

મહિસાગર જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણીપંચના આદેશ મુજબ આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના 220 નંબર ના પરથમપુર ગામે ફરી મતદાન છે. એવામાં આજ સવારથી જ ગ્રામજનો ફરી એક વાર પોતાનો કિંમતી વોટ આપવા બુથ પર પહોંચી શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કરવા આવી રહ્યા છે.
વડીલો, બહેનો, યુવાઓ ફરી એક વાર લોકશાહીને મજબૂત કરવા માટે પોતાનો કીમતી વોટ આપવા માટે તૈયાર છે. વહીવટી તંત્ર દ્વારા ગામના દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે તમામને અપીલ કરવામાં આવી છે.
[wptube id="1252022"]









