
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ઉમેદવારની જાતિ અંગે રાજકારણ ગરમાયું, ડામોર અને ઠાકોર જાતિ અંગે અસંંજન ચૂંટણી અધિકારીને આવેદનપત્ર અપાયું

સાબરકાંઠા સંસદની સીટ પર ઉમેદવાર ની જાતિ અંગે અસંંજન મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન સાબરકાંઠાની સંસદની સીટ પર ભાજપે ભીખાજી દુધાજીને ઉમેદવાર તરીકે જાહેર કરતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે સ્થાનિક ભાજપના નેતા એમ.એલ.એ અને વર્તમાન સંસદે જાહેર કરાયેલ ઉમેદવાર સામે સવાલો ઉઠાવ્યા છે ભીખાજી પોતે અગાઉ કોંગ્રેસમાંથી મેઘરજની સીટ ઉપર ભીખાજી દુધાજી ડામોર ના નામથી ચૂંટણી લડી ચૂકેલ છે અને તેમના પરિવારમાં થી પણ બે મહિલા અનુક્રમે અરવલ્લી જિલ્લાના ઉભરાણ અનુસૂચિત જનજાતિ એસ .ટી ની રિઝર્વ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હોવાથી તેઓ ઠાકોર નહીં પણ ડામોર હોવાના પુરાવા પણ છેક હાઈ કમાન્ડ સુધી મોકલી ઉમેદવાર બદલવા માગણી કરી છે જેથી ભાજપમાં આ ઉમેદવાર બદલવા કે કેમ તેની અસમંજસ ઊભી થવા પામી છે આ બાબતે બંને જિલ્લાઓના ક્ષત્રિયોમાં પણ વિરોધ વધી રહ્યા ની વિગતો સામે આવી ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લા ના ચૂંટણી અધિકારી ને સંબોધી ઉમેદવાર જાતિ અંગે સ્પષ્ટતા માંગ કરવામાં આવી હતી.









