
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ ના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા આયોજીત અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા,શ્રી આર.એમ.ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વાઘલધરા વલસાડ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી અને બીલીમોરા ના સહયોગ થી જલારામ હોલ,વાંસદા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ આયુષ મેળામાં આમંત્રણ ને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામં આવી. પ્રા. કન્યાશાળા વાંસદાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને આયુષ શાખા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું. માન. ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ દ્વારા આયુષ મેળા ગ્રામ્ય કક્ષાએ કરવા અનુરોધ કર્યો. તેમજ લોકોમાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર વધે અને આયુર્વેદ ઔષધિઓ નું જતન થાય તે માટે દરેક ગ્રામ પંચાયત ની જગ્યાઓ મા ઔષધીય પ્લાન્ટ નો ઉછેર કરવામાં આવે તો લોકોને વધુ ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું. શાસક પક્ષના નેતાશ્રી શિવેન્દ્રસિહ સોલંકી દ્વારા આવા આયુષ મેળા સમયાંતરે થાય અને તેનો લાભ સર્વે જનતા બહોળા પ્રમાણમાં લે તેવો અનુરોધ કર્યો હતો.વૈદ્ય માલતીબેન પટેલ દ્વારા આભારવિધિ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.આ આયુષ મેળામાં જીલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ જાદવ, પ્રાંત અધિકારી વાંસદા શ્રી ડી.આઇ.પટેલ. દ્વારા કેમ્પ ની મુલાકાત લેવામાં આવી,મામલતદાર શ્રી વસાવા સાહેબ, ટી.એસ.પી ના અઘિકારી ડી.કે.ગામીત તાલુકા પંચાયત વાંસદાના સભ્યશ્રી યોગેશભાઈ દેસાઈ,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મંત્રીશ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી,ગામના સરપંચશ્રી ગુલાબભાઈ પટેલ , શ્રી આર.એમ. ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વાધલધરા વલસાડના કેમ્પસ ડાયરેક્ટરશ્રી ડૉ યોગેશભાઈ દેસાઈ,ચીટનીશ ટુ પી.એ. ટી.એસ.પી ના અધિકારી શ્રી ગામીત સાહેબ, ગામના અગ્રણી ભૂપેનભાઈ પટેલ, નટુભાઈ પાંચાલ, હી નેશભાઈ ભાવસાર,ધર્મેશભાઈ પુરોહિત, નિતીનભાઈ સંચતી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી.આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ ,અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પ મા રજિસ્ટ્રેશન કરાવનાર અર્શ, મસા, ભગંદર ના દર્દીઓની જરુરી તપાસ કરી વાઘલધરા આયુર્વેદ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા ઓપરેશનની જરૂરીયાત હોય તેવા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામા આવશે.આયુષ મેળામા આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા યોગાસનોનુ પ્રદર્શન કરવામા આવ્યુ. આ મેળામાં કેલિયા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ ઔષધીય બીજ બેંક જેમાં વિવિધ બીજ નું સંગ્રહણ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી તેમજ ઔષધીય વનસ્પતિ નું પ્રદશન કરવામાં આવ્યું. આ આયુષ મેળાનો ૬૭૪ દર્દીઓએ લાભ લીધો.



