અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજના પત્રકારને હોમગાર્ડ જવાન ફોન પર બિભસ્ત ગાળો બોલતાં હોમગાર્ડ સામે પોલીસ ફરિયાદ
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ચોથી જાગીરી ગણાતા પત્રકાર સમૂહને ચોક્કસ નિશાન બનાવી પોતાના જાતને પોલીસ હોવાનો લોકોમાં રોફ જમાવતા હોમગાર્ડે કાયદો અને નિયમો નેવે મુકી બિન ડ્રેસ મા સરકારી પોલીસની ગાડી ચલાવી રોલો પાડ્યો હતો ત્યારે પત્રકારે સમાચાર લખતા કાયદાની ઐસી તૈસી કરી ખાખી વર્દીને લજવનાર હોમગાર્ડ ભાન ભૂલી પત્રકારોને બિભસ્ત અને નઠારી ગાળો બોલતા પત્રકારે મેઘરજ પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે.
એક યુટ્યુબ ચેનલમાં કામ કરતાં રિપોર્ટર પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન અજાણ્યા મોબાઈલ ફોન નંબર ૬૩૫૩૮૮૯૬૩૭ ઉપરથી ફોન આવેલ અને મને જણાવેલ કે, તમે પૃથ્વીપુરાથી બોલો છો કહી હું મેઘરજથી જીતુ બોલું છું તમે કાલે હોમગાર્ડ ગાડી ચલાવે છે તે બાબતે તમારી રાષ્ટ્રીય સમાચાર નામની ચેનલમા તમે છાપેલ છે અને તમે રહિમભાઇ ચડીના કહેવાથી નામ છાપેલ છે અને આ રહિમભાઇ પત્રકાર વિષે એકદમ ઉશ્કેરાઇ જઇને નઠારી બીભત્સ ગાળો બોલવા લાગેલો અને કહેતો હતો કે તમે બે બે હજારમા કામ કરવાવાળા પત્રકારો છો. કહી બધા પત્રકારોને આ જીતુભાઇ વણકર નામનો શખ્સ મન ફાવે તેમ નઠારી ગાળો બોલવા લાગેલો અને તમે મેઘરજ આવો અને મને મળોતો તમે મને સારી રીતે ઓળખશો તેમ કહી એટ્રોસિટી લગાડવાની ધમકી પણ આપી હોવાનો ઓડિયોમા ઉલ્લેખ છે ત્યારે મોબાઈલમાં થયેલ રેકોર્ડિંગમાં રહિમભાઇ ચડિ જે પત્રકારનુ કામ કરે છે તેમને મોકલી આપેલ અને આ અંગે રિપોર્ટરે મેઘરજ પોલીસ મથકે નોંધાવતા મેઘરજ પોલીસે હોમગાર્ડ જીતુ નામના શક્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે આગામી સમય મા અરવલ્લી જિલ્લા પોલીસ વડાને પણ આ મામલે આવેદન આપવાનું પત્રકાર પરિષદમા નક્કી કરવામાં આવ્યું છે.









