શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન. પી. પટેલ આર્ટ્સ એન્ડ એસ. એ. પટેલ કોમર્સ કૉલેજમાં “વિવિધ ડે ની ઉજવણી

26 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અભ્યાસકીય પ્રવૃતિઓ ની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જ્ઞાનધારા અંતર્ગત કવિઝ, પોસ્ટર મેકિંગ, ચિત્ર જેવી સ્પર્ધાઓ અને પુસ્તક પ્રદર્શન રાખવામાં આવેલ હતું. જેના કન્વીનર તરીકે પ્રા. ડૉ. કમલેશભાઈ વરવાડિયા પ્રા. પ્રિયંકાબેન પટેલ તથા પ્રા. ખુશ્બુબેન ચૌધરી હતા. તથા 23 ફેબ્રુઆરી રોજ NSS ડે નિમિતે વકૃત્વ, મહેંદી, સલાડ, દુલ્હન શણગાર, વન મિનિટ શો, વેસ્ટમાંથી બેસ્ટ જેવી સ્પર્ધાઓ રાખેલી હતી. જેના કન્વીનર પ્રા. ડૉ. મનહરકુમાર મકવાણા, પ્રા. ડૉ. મુકેશભાઈ અગ્રવાલ અને પ્રા. ડૉ. આકૃતિબેન પંચાલ હતા. તા. 24 ફેબ્રુઆરીના રોજ સાંસ્કૃતિક ડેમાં વિવિધ ગીત પર ડાન્સ, ગરબા, કોમેડી, શાયરી પઠન, અંતાક્ષરી વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેના કન્વીનર પ્રા. કાર્તિકભાઈ મકવાણા પ્રા. ભાવિકભાઈ ગોસ્વામી અને પ્રા. ડૉ. કિરણબેન રાવલ હતા. તા. 25 ફેબ્રુઆરીના રોજ સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ દોડ, લાબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, રસ્સાખેંચ, સંગીત ખુરશી જેવી રમતો રમાડવામાં આવી હતી. જેના કન્વીનર શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા પ્રા. ડૉ. દિપ્તીબેન ભાખરીયા અને પ્રા. દીપાબેન પટેલ હતા. બધા દિવસોની સ્પર્ધાઓના વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બધા જ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં કોલેજના બધા જ વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર દિવસો દરમ્યાન આયોજિત દરેક પ્રવૃતિઓ કૉલેજના કાર્યકારી આચાર્યા ર્ડા. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.



