MORBI
સજનપર પ્રા. શાળામાં ગામના દાતાશ્રી દ્વારા બાલવાટીકા અને ધો.1 માં પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું

સજનપર પ્રા. શાળામાં ગામના દાતાશ્રી દ્વારા બાલવાટીકા અને ધો.1 માં પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું : રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
આજરોજ તા. 13/7/2023 ના શ્રી સજનપર સરકારી પ્રા. શાળામાં બાલવાટીકા અને ધો. 1 માં પ્રવેશ મેળવેલ 40 જેટલા બાળકોને શાળાના વાલીશ્રી અને ગામના દાતાશ્રી બરાસરા પીયૂષભાઈ હસમુખભાઈ દ્વારા સ્કૂલબેગ વિતરણ કરવામાં આવી હતી આ તકે ખાસ ઉલ્લેખનીય છે કે ગામના અતિશ્રીમંત પરિવારના બરાસરા પીયૂષભાઈ પોતાના સંતાનોને મોરબીની કહેવાતી મોંઘીદાટ પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે છે તેમ છતાં તેમના બાળકોને ગામની સરકારી શાળા શ્રી સજનપર સરકારી પ્રા. શાળા માં જ અભ્યાસ કરાવે છે. આમ, અમારી શાળા પર વિશ્વાસ મુકવા બદલ તેમજ શાળાના બાળકોને સ્કૂલબેગ આપવા બદલ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ તેમનો આભાર વ્યક્ત કરેલ છે.
[wptube id="1252022"]