AHAVADANGGUJARAT

ડાંગ: કેળ ગામમાં ૧૫મી ઓગષ્ટના દિવસે શિક્ષક હાજર ન રહેતા કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં કેળ ગામમાં ૧૫મી ઓગષ્ટના દિવસે શિક્ષક હાજર ન  રહેતા આ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદનપત્ર….

ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં કેળ ગામમાં ધોરણ 1 થી 5 સુધીની સ્કૂલ ચાલે છે.તેમા એકનો એક શિક્ષક હોવા છતાંય ગામના બાળકોને ભણાવતો નથી.અને દારૂ પીને ગામમાં રખડે છે.હાલમાં 15મી ઓગષ્ટનાં દિને ત્યાં સ્કૂલમાં એકપણ શિક્ષક હાજર ન હતા.જેથી ગામના આગેવાનો એ ધ્વજ ફરકાવી બાળકોને 15મી ઓગષ્ટનો સંદેશ આપ્યો હતો.આ બાબત ખુબજ ગંભીર છે.15મી ઓગષ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર કહેવાય છે.તિરંગાને સલામી આપવા લોકો રસ્તામાં ઉભા રહી જતા હોય છે.અને આ કેળ ગામના શિક્ષકને ભાન નથી કે 15મી ઓગષ્ટનું શું મહત્વ છે.જે સમજવા જેવી બાબત છે કે, રાષ્ટ્રીય તહેવારમાં હાજરી નથી તો બાકી દિવસોમાં આ શિક્ષક શું કરતો હશે અને 1થી 5 ધોરણ હોવા છતા ત્યાં એકજ શિક્ષક તે બાબત ને પણ કેમ ધ્યાન આપવામાં આવતુ નથી.આ ગામના લોકો તરફથી ઘણીવાર રજુઆત કરવામાં આવી છતા સરકારી તંત્ર પણ આંખે આડા કાન કરે છે.અહિના અંતરીયાળ વિસ્તારમાં બાળકો વાલી સાથે ખુબજ અન્યાય થાય છે.જેથી આ બાબતે તાત્કાલીક પગલા ભરી ફરજ બજાવતો શિક્ષકને કાયમી ધોરણે સંસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button