
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા પાક નુકશાનનું યોગ્ય વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘનું આવેદન
સરકાર દ્વારા આપવામાં આવતી સહાય નુકસાની સામે ખૂબ ઓછી હોવાથી ખેડૂતો મા રોષ
કેળાના પાકમાં એક એકર દીઠ ખેડૂતોને ૧.૧૦ લાખ રૂપિયા જેટલા ખર્ચ સામે સરકાર યોગ્ય સહાય આપે તેવી માંગ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ૧૩ મે ની સાંજે પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે પાક નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ નર્મદા દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા થી કેરી પપૈયા અને કેળાનો મોટાભાગનો પાક ને નુકસાન થયું છે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ નર્મદા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ગોપાલપુરા વાવડી રામપુરા કરાઠા સુંદરપુરા જીતનગર થરી જેવા ગામોમાં વરસાદ વાવાઝોડાથી પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં કેળાની ખેતી મુખ્ય ખેતી છે અહીંથી કેળા પંજાબ રાજસ્થાન જેવા રાજ્યોમાં મોકલવામાં આવે છે ઉપરાંત સાઉદી અરબ જેવા દેશોમાં પણ કેળા મોકલવામાં આવે છે ખેડૂતોને એક એકર દીઠ કેળા પકવવામાં એક લાખ દસ હજાર જેટલો ખર્ચ આવે છે તેની સામે સરકાર દ્વારા કરવામાં આવતી સહાય ખૂબ ઓછી છે ત્યારે યોગ્ય સર્વે કરાવીને પાકનું નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે
બોક્ષ
નર્મદા જિલ્લા માટે સરકાર સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરે સરકાર દ્વારા આપવામાં આવતી 20- 25 હજાર રૂપિયાની સહાયમાં ખેતર સાફ કરવાનો ખર્ચ થાય છે તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી : દિલીપસિંહ ગોહિલ (પ્રમુખ ભારતીય કિસાન સંઘ નર્મદા)