
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
શાળામાં દેશભક્તિ કાર્યક્રમો યોજાયો
આજરોજ તા.14.08.23 ને સોમવારે બપોરે 2.30 કલાકે શાળામાં *ધો.9,10 ના વિદ્યાર્થીઓ વચ્ચે “દેશભક્તિ ગીત સ્પર્ધા”* નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દેશ પ્રેમ પર ગીત, ગઝલ, કવિતા સુંદર રીતે રજૂ કર્યા હતા.

ધો. 11,12 ના વિદ્યાર્થીઓ વચ્ચે “દેશભક્તિ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ હતું.* જેમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દેશ ભક્તિ પર આધારિત મુદ્દાઓની ચીઠ્ઠી ઉપાડી તેના પર સુંદર રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ગીત સ્પર્ધા કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો જનાબ જી. બી. શેખ અને પિનલબેને કર્યું હતું અને શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પરવિનબેને કર્યું હતું. *આ બન્ને કાર્યક્રમમાં પ્રથમ ત્રણ આવેલ વિદ્યાર્થીઓને શાળા દ્વારા વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમના દિવસે ઈનામો આપવામાં આવશે.* બન્ને કાર્યક્રમની સફળતા માટે તમામ શિક્ષકમિત્રોએ ભારે મહેનત કરી હતી. એકંદરે બન્ને કાર્યક્રમો ખૂબ સફળ રહ્યા હતા









