
રાજુલા શહેરમાં કુતરા નો આંતક
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાં આખલાના આંતક બાદ ફરી એકવાર કૂતરા નો આંતક આજે જોવા મળ્યો જેમાં રાજુલા શહેરની સવિતા નગર સોસાયટી તેમજ કૃષ્ણનગર સોસાયટીમાં કુલ આઠ વ્યક્તિઓને આ કુતરાએ બચકા ભર્યા હોવાનું જાણવા મળે છે આ તમામ આઠે આઠ વ્યક્તિઓએ રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય બાબતે છે કે આ કૂતરાનો આંતક જોતા આ કૂતરો હડકાયું છે કે સાદુ કૂતરું તે હજુ સુધી જાણવા મળ્યું નથી ત્યારે તંત્ર દ્વારા આ કૂતરાને વહેલી તકે કબજે કરવામાં આવે તેવું આ વિસ્તારના રહીશો ની માગણી ઉઠવા પામેલ છે
એક તરફ દિવાળીનો માહોલ બીજી તરફ દિવાળીનો ટ્રાફિક ત્યારે આ ઘટના બનતા આ વિસ્તારના રહિશોમાં ભયનું વાતાવરણ જોવા મળેલ છે
[wptube id="1252022"]









