GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિમા શરદ પૂનમના “ત્રિવેણી” કાર્યક્રમો યોજાયા

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિમા શરદ પૂનમના “ત્રિવેણી” કાર્યક્રમો યોજાયા

 

જામનગર ( નયના દવે)

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, જામનગર દ્વારા ઉજાસના પર્વ શરદ પૂર્ણિમાને તા. ૨૯–૧૦–૨૦૨૩ના રોજ હરિદ્વાર યાત્રાની બચત રકમ તથા દાતાશ્રીઓના સહયોગથી નિમાર્ણ થયેલ ” હરિદ્વાર ખંડ” જ્ઞાતિને અર્પણ કરવા તથા માતાજીની આરાધના સાથે રાસોત્સવ ‘ તેમજ ‘ સમુહ પ્રસાદ ” નું ” ત્રિવેણી ” આયોજન જ્ઞાતિની વાડી .. ” * શાંતાવાડી ” ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમની શરૂઆતમાં જ્ઞાતિ મંડળના હોદેદારો, વડીલો તથા જ્ઞાતિજનો દ્વારા દીપ પ્રાગટય તથા ખરડેશ્વર દાદા તથા માતાજીની વંદના સાથે શરૂ કરવામાં આવેલ, જે બાદ મંત્રી શ્રી દિનેશભાઈ દવે તરફથી સૌને આવકારીને નવનિર્મિત ” હરિદ્વાર ખંડ ” મુખ્ય દાતા શ્રી રમેશભાઈ મૂળશંકર ઠાકર (રાજકોટ)ની પરવાનગી મુજબ ભાગવત સપ્તાહના આયોજકો શ્રી દિલીપભાઈ વ્યાસ, શ્રી દિનેશભાઈ દવે, શ્રી હરીશભાઈ ઠાકર, શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ તથા શ્રી કેતનભાઈ વ્યાસના હસ્તે મંત્રોચ્ચાર પૂજા અર્ચન સાથે જ્ઞાતિને “ અર્પણ “કરવામાં આવેલ. જ્ઞાતિની સુવિધામાં વધારો થવાના આ નિર્માને નિહાળીને સૌ જ્ઞાતિજનો તરફથી જ્ઞાતિ મંડળની સરાહના કરવામાં આવેલ. જે પછી જ્ઞાતિની એકતા સમાન ” રાસોત્સવ ” નો આનંદ બાળકોથી માંડીને વયોવૃધ્ધ જ્ઞાતિજનો દ્વારા આનંદ ઉઠાવવામાં આવેલ, જે દરમ્યાન દેશભક્તિના ગીતો ઉપર પણ જ્ઞાતિના યુવાનો દ્વારા રાસ સ્વરૂપે પ્રદેશન કરવામાં આવેલ.
કાર્યક્રમ દરમ્યાન પ્રમુખશ્રી દિલીપભાઈ વ્યાસ દ્વારા જ્ઞાતિની વાડીના ઉપરના ભાગે અંદાજે ૩૫૦૦ ફુટ બાંધકામ કરાવી આપવાની પી જ્ઞાતિની વાડી અધ્યતન રૂપે તૈયાર થઈ શકે તેમ હોવાનું અને તમામ સુવિધાઓ સાથે અન્ય વાડીઓની હરોળમાં આવવાથી આગામી સમયમાં કોઈ પણ જ્ઞાતિજનને અન્ય વ્યવસ્થા કરવાની જરૂરીયાત રહેતી હોવાનું, જેનું અંદાજીત ખર્ચ રૂા. ૩૫ લાખ જેટલું થનાર હોવાનું જણાવતાં જ્ઞાતિના ખજાનચી શ્રી હરીશભાઈ ઠાકર તરફથી જ્ઞાતિની હાલની નાણાંકીય સ્થિતિની જાણકારી આપવામાં આવ્યા પછી ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવેલ, જે પ્રસંગે જ્ઞાતિના હોદેદારો અને જ્ઞાતિજનો દ્વારા દિવાળી પછી કાર્યનો શુભારંભ કરીને આગામી એક વર્ષની અંદર જ્ઞાતિની વાડીનું કામ પૂર્ણ કરવા નિર્ધાર લેવામાં આવેલ. જેના અનુસંધાને હોદેદારો દ્વારા આ કાર્ય માટે દાતાશ્રીઓ તથા જ્ઞાતિજનોને સહયોગ આપવા અને મિત્રો-શુભેચ્છકોને પણ અનુદાન આપવા પ્રેરિત કરવા અપીલ કરવામાં આવેશ.

આ ‘ ત્રિવેણી ” કાર્યક્રમના સમાપન બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ .. જ્ઞાતિજનો દ્વારા સમુહમાં ” લાઈવ ” ઢોસા અને શુધ્ધ ઘીની જલેબીનો પ્રસાદ આરોગવામાં આવેલ તથા સંતોષ વ્યકત કરી આયોજકોને તથા મહાનુભવોને શભેચ્છા પાઠવેલ, કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતિ નેહાબેન વ્યાસ દવારા કરવામાં આવેલ તેમ મંત્રીની જય બરડેશ્વર સહ યાદી જણાવે છે

@_______________

BGBhogayata

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button