
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.
ભુજ તા – ૧૧ માર્ચ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ટીમ દ્વારા ધો.૧૨ બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે SSV વિધાલય, ભુજ મધ્યે પરિક્ષાર્થીઓને મીઠું મોઢુ કરાવી, કલમ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા શ્રી સ્વામીનારાયણ વિધાલય, ભુજ મધ્યે ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે માં શારદેની વંદના કરી, પરિક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી, મીઠું મોઢુ કરાવી, કલમ ભેંટ સ્વરૂપે આપી તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી, જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. બોર્ડના પરિક્ષાર્થીઓને શુભેચ્છા આપવાના સમગ્ર કાયૅક્રમની વ્યવસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ સંભાળેલ હતી. આ તકે માધ્યમિક ગ્રાન્ટેડ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, સરકારી પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ, માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ભુજ તાલુકા પ્રાથમિક મહામંત્રી બળવંતભાઈ છાંગાએ ઉપસ્થિત રહી કાયૅક્રમને સફળ બનાવેલ હતો. શ્રી સ્વામીનારાયણ વિધાલયના આચાર્ય શ્રી સુરેશભાઇ પટેલ તેમજ સ્થળ સંચાલક શ્રી ચેતનભાઇ લાખાણી, ડૉ દિનાબેન, હિતેશભાઇ વ્યાસ તેમજ તમામ સ્ટાફનો વિશેષ સહયોગ સાપડ્યો હતો.