AHAVADANGGUJARAT

આહવાના લશ્કરીયાઆંબા ત્રણ રસ્તા સર્કલ પાસે વરલી મટકાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની પોલીસે આહવા નજીકનાં લશ્કરીયાઆંબા ત્રણ રસ્તા સર્કલ પાસે વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમની ધરપકડ કરી 51 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો..

ડાંગ જિલ્લાની આહવા પોલીસે બાતમીનાં આધારે લશ્કરીયાઆંબા ત્રણ રસ્તા સર્કલથી ભિસ્યાગામ તરફ જતા રોડ પર વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે લશ્કરીયાઆંબાથી ભીસ્યા ગામ તરફ જતા રોડ પર આસીફભાઈ ગફારભાઈ પટવે (રહે. કસારા ગામ,જી.ધુલે મહારાષ્ટ્ર ) યુનીકોર્ન મોટર સાયકલ રજી.નં MH -18-B-5786 ગાડી રોડની સાઇડમાં પાર્ક કરી આવતા જતા રાહદારીઓ પાસેથી વરલી મટકાનો પૈસા પર હાર જીતનો જુગાર રમાડતો ઝડપાયો હતો.જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.તેમજ રોકડ રૂ.16,980/- તથા મોટરસાયકલ જેની કિં.રૂ.35000/- મળી કુલ કિં.રૂ.51,980/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ અંગેની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button