
વિજાપુર તેર ગામ ગોળ વણકર સમાજ નો તેજસ્વી તારલા નુ સન્માન તેમજ વડીલ વંદના સમારોહ યોજાયો
તેરગામ ગોળ વણકર સમાજનો વડીલ વંદના સમારોહ યોજાયો

વિજાપુર ના બસ સ્ટેશન પાસે આવેલ વણકર સમાજ ની ધર્મશાળા ના હોલ માં સોમવાર ના રોજ તેજસ્વી તારલા ઓ નુ સન્માન તેમજ વડીલ સન્માન સમારોહ સમાજ ના અગ્રણી કરશનભાઈ ઈશ્વર ભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સમાજ નાધોરણ 10 અને 12 તેમજ કોલેજ માં અભ્યાસ કરતા બાળકો એ તેમણે ભણતર માં ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેવા તમામ બાળકો ઇનામો તેમજ સર્ટિફિકેટ આપી ને અભ્યાસ માટે ઉત્સાહ વધાર્યો હતો બાળકો વધુ ભણવા માં હોશિયાર થાય તે માટે ઉપસ્થિત વાલીજનો ને પણ સમાજ ના અગ્રણી જનો દ્વારા અપીલ કરવામાંઆવી હતી સાથસાથ ઉપસ્થિત સમાજ ન 65 વર્ષ ઉપરના વડીલો નો તેમજ નોકરીઓમાં બઢતી પામેલા કર્મચારીઓ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ આ અંગે ઉપસ્થિત સમાજના આગેવાનો એ જાણવું હતુ દરેક મા બાપે પોતાના બાળક ના અભ્યાસ માટે જે કંઈ પણ બની શકે તે કરવુ જોઈએ તેમજ કઇ સમજ ના પડે તો સમાજ ના વડીલો અગ્રણીઓ નો સંપર્ક કરી સલાહ મદદ સૂચન લેવુ જોઈએ ડો બાબા સાહેબ આંબેડકર ના બતાવેલા આદેશો ઉપર કટિબધ્ધ બનવુ અને તેમના આદર્શો નો પાલન કરવા જણાવ્યું હતુ આ પ્રસંગે સમાજ ના આગેવાનો ડો એમ એમ પ્રભાકર તેમજ એટી લેઉવા ભાનુભાઈ પરમાર તેમજ બાબુભાઇ રાઠોડ તેમજ ડો મુકેશભાઈ લેઉવા સહીત અગ્રણી જનો એ બાળકો ને ઇનામો તેમજ સન્માન પ્રમાણપત્ર આપી વધુ ઉત્સાહ સાથે આગળ વધો તેવા આર્શીવાદ આપ્યા હતા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉસ્થિત રહયા હતા





