AHAVADANG

ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી હળવા અને મધ્યમ સ્વરૂપે વરસાદ યથાવત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત હળવા અને મધ્યમ સ્વરૂપેનો વરસાદ નોંધાતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવા પામી હતી, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નદી,નાળા, વહેળાઓ અને જલધોધ ફરી છલકાઈ ઉઠ્યા છે.બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ,સુબિર,સાપુતારા, શામગહાન,ગલકુંડ, બોરખલ, પીંપરી,ઝાવડા,ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા,ચીંચલી, સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સારો એવો વરસાદ નોંધાતા ડાંગી ખેડૂતોએ અંદાજીત 70 ટકા જેટલી ડાંગરની રોપણી આવરી લીધી છે.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી મહોલની સાથે રોજેરોજ સર્જાતા ગાઢ ધૂમમ્સીયા વાતાવરણનાં પગલે ફરવા આવેલ પ્રવાસીઓમાં ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લામાં વરસાદી મહેરનાં પગલે અંબિકા,ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 05 મિમી,આહવા પંથકમાં 08 મિમી જ્યારે સાપુતારા પંથકમાં 15 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button