BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ કચ્છ દ્વારા આયોજિત માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

૧૨-માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન એન્કરવાલા સ્કૂલ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું .જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, મુખ્ય વક્તા ડૉ. વિનયબા જાડેજા, મુખ્ય અતિથિ વિશેષ ભાવનાબેન દરજી , અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર 15 jetla મહિલાઓ તેમજ ભુજ તાલુકાની મહિલાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓને પ્રમાણપત્ર તેમજ પુસ્તક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.મુખ્ય વક્તા ડૉ. વિનયબા જાડેજા એ નારી શક્તિનું અનોખું મહત્વ સમજાવી નારીની આંતરિક શક્તિને ઉજાગર કરવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું . કાર્યક્રમના અધ્યક્ષ.મંજુલાબેન ભંડેરી દ્વારા નારી વિશ્વના દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મેળવી શકે છે તેવી સમજ આપવામાં આવી હતી.માતૃશક્તિ વંદના કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકાના પ્રાથમિક સંવર્ગના મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ , મહિલા મંત્રી મહેશ્વરી ભાવનાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના શિક્ષિકા હેતલબેન પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકાના મંત્રી પ્રવીણભાઈ ચૌહાણ, કચ્છ જિલ્લા મંત્રી રમેશભાઈ ગાગલ તથા માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદી માં જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button