GUJARATHALOLPANCHMAHAL
હાલોલ: કંજરી રોડ પર આવેલ જવેર નગર સોસાયટીમાંથી જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૪.૧૨.૨૦૨૩
ગોધરા એલસિબી પોલીસે હાલોલના કંજરી રોડ પર આવેલ જવેર નગર સોસાયટી ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નાં જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલસીબી પોલીસ ને પાક્કી બાતમી મળી હતી કે હાલોલ નગરનાં કંજરી રોડ પર આવેલ જવેર નગર સોસાયટીમાં રેહતા સુમિતકુમાર વસંતભાઇ પ્રજાપતિ નાઓ ભારતીય બનાવટ નાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર પોલીસે છાપો મારતા જૂદી જૂદી બ્રાન્ડ નો વિદેશી દારૂ તથા બિયર ટીન મળી કુલ રૂ.૨૯,૪૪૨/-નાં મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે સુમિતકુમાર વસંતભાઈ પ્રજાપતીને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]









