GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ખત્રીકૂવા ચક્કર તરફના રોડ ઉપર આડેધડ ઉભા થઇ જતાં વાહન કારણે ટ્રાફિક ની કાયમી સમસ્યા

વિજાપુર ખત્રીકૂવા ચક્કર તરફના રોડ ઉપર આડેધડ ઉભા થઇ જતાં વાહન કારણે ટ્રાફિક ની કાયમી સમસ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના ખત્રીકૂવા થી ચક્કર તરફ જતા રોડ ઉપર આડેધડ ઉભેલી રીક્ષાઓ તેમજ દુકાન આગળ ઉભા રહેતા વાહનો ફેરિયા ઓની લારીઓ કારણે ભારે ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોય જેના કારણે લોકો ભારે પરેશાની માં મૂકાઈ જતા હોય છે ટ્રાફિક પોઇન્ટ પણ મૂકવામાં આવતો નથી ઘણી વખત સામસામે ભારે વાહનો આવી જતા ઘણી વખત ટ્રાફિક માંથી રાહદારીઓ ને પણ અહીં થી પસાર થવા માટે તકલીફ નો સામનો કરવો પડે છે અહી બનેલા કેટલાક શોપિંગ સેન્ટર માં વાહન ઉભા રહે તેવી પાર્કિંગ ની પણ સુવિધાઓ નહિ હોવાથી પણ વારંવાર ટ્રાફિક થાય છે ખત્રીકૂવા રોડ વેપારી મથક માટે ભરચક વિસ્તાર ગણવા માં આવે છે અહીં વિસનગર વડનગર ખેરાલુ સતલાસણા ઇડર જવા માટે લાડોલ થઈ ને સીધો રોડ પડતો હોવાથી અહીં નાના મોટા વાહનો ની પણ અવર જવર વધુ રહેતી હોય છે જેના કારણે પણ વારંવાર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાય છે જાગૃત નાગરિકો ના જણાવ્યા મુજબ જો અહીં પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ મૂકવામાં આવે અને આડેધડ વાહનો ઉભા કરતા ચાલકો સામે યોગ્ય પગલાં ભરવા માં આવે અહીં વધુ પડતી ટ્રાફિક ની સમસ્યા હલ થઈ શકે તેમ છે જેથી અહીં ટ્રાફિક પોઇન્ટ મૂકવામાં આવે તેવી જાગૃત નાગરિકો ની માંગ છે

[wptube id="1252022"]
Back to top button