BHUJKUTCH

ભુજ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ સોમવારથી કામગીરી ચાલુ રાખશે.

11.જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ તાલુકા આરોગ્ય અધિકારીના ચાર્જમાં આવેલ ડો. કેશવકુમાર સિંગના અણછાજતા વર્તનને કારણે માનસિક ત્રાસની ફરિયાદ કર્યા બાદ શનિવારે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના હોદેદારો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાળી સાથે યોજાયેલ બેઠકમાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવાની ખાત્રી આપવામાં આવતા અને હાલમાં આવનાર બીપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને હાલ પૂરતું સોમવારથી ભુજ તાલુકાના આરોગ્ય કર્મચારીઓએ પોતાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવાનો આદેશ કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયા અને મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલાની એક સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button