BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકા ની નવોદય વિદ્યાલય મોરીયા ખાતે સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ


23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના મોરીયા ગામે આવેલી નવોદય વિદ્યાલય મોરીયા શાળા ના સંચાલક મંડળ શ્રી મલાણી સાઇઠ બાવીસી આંજણા ચૌધરી કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમા વાર્ષિક હિસાબો વંચાણે લઇ શાળાની ફરતે કંમ્પાઉડ વોલ અને મુખ્ય પ્રવેશદ્વાર બનાવવા બાબતે મંડળના પ્રમુખ શ્રી કરશનભાઇ ફોફ દ્વારા પ્રસ્તાવ મુકાયો હતો તેમજ નવા ટ્રસ્ટી તરીકે રમેશભાઇ પાંતરોડ, ફલજીભાઇ ધરીયા, હરીભાઇ કુણીયા, ગલબાભાઇ મોર, જીતુભાઇ મોર, રમેશભાઇ કુણીયા, અને પરથીભાઇ પાંતરોડ, નુ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. એ ઉપરાંત મંડળના તમામ ટ્રસ્ટી શ્રીઓ અને દાતાશ્રીઓ એ ઉપસ્થિત રહી શિક્ષણ અને વહીવટ બાબતે ચર્ચાઓ કરી હતી સમગ્ર સાધારણ સભા રામુભાઇ આહજીભાઇ બોકા (ખેમાણા) ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
[wptube id="1252022"]









