KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ચલાલી ગામના બે ભાઈઓ નો જેસીબી મશીન મા વરઘોડા નો વિડિયો વાઈરલ

તારીખ ૨૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ચલાલી ગામ માં ગુરૂવારે રાત્રે બે ભાઈઓ ના લગ્ન પ્રસંગે રાબેતા મુજબ વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ બે જેસીબી મશીન મંગાવી બન્ને મશીનો ને એક બીજાની સામે ઉભા રાખી જેસીબી નાં બકેટ (પાખીયા )માં વરરાજા અને તેના મિત્રો ઉભા રહીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા આ ડાન્સ દરમ્યાન જેસીબી મશીન નો ઓપરેટર મશીન ની ઊંચાઈ માં વધારો કરતા ઉચે પાંખ મા રહેલા લોકોએ ઉચે સુઘી કિલકારીઓ કરી હતી વરઘોડો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જે સમગ્ર બાબતનો વિડિયો વાઈરલ થયો છે જેસીબી મશીન ની પાંખ માં જોખમી રીતે આવા પ્રસંગો ઉજવવા કોઈ મોટી હોનારત નુ કારણ બની શકે છે. મશીન ઓપરેટર ની નાની અમથી ભુલ કે નાચ ગાન માં મસ્ત યુવાનો ની ટીખળ કોઈના જીવન નો અંત આણી શકે છે.

[wptube id="1252022"]









