
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે શ્રી બાપા નર્સિંગ કોલેજ મેઘરજ દ્વારા આરોગ્ય અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હાલ ચોમાસા ની ઋતુ ચાલી રહી છે અને ઠેળ ઠેળ બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદી પાણી ભરાવાથી રોગચારો ના ફાટી નિકરે અને બીમારી થી લોકો બચી શકે તે હેતુ અને મેલેરિયા તેમજ ડેન્ગ્યુ નામની બીમારી અને તાવ થી બચવાં શું કરવું તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શ્રી બાપા નર્સિંગ કોલેજ મેઘરજ ના તાલીમાર્થીઓ દ્વારા શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે કોલેજના તાલીમાર્થીઓ દ્વારા શાળાના બાળકો ને મેલેરિયા તાવ અને ડેન્ગ્યુ નામની બીમારી અને તાવ માં લોકો ના સંપડાય તે હેતુથી કોલેજના તાલીમાર્થીઓ એ શાળાના હોલ ખાતે નાટ્ય તેમજ અભિનય સાથે લોક જાગૃતિ અંતર્ગત બીમારી થી બચવા બાળકો અને સમાજના લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના પ્રિન્સિપાલ તેમજ શાળા પરિવાર તેમજ બાળકો હાજર રહ્યાં હતા અને શ્રી બાપા નર્સિંગ કોલેજ મેઘરજ દ્વારા શાળા પરિવાર ને ઉપહાર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય કમલેશભાઈ પંચાલ દ્વારા કોલેજના તાલીમાર્થીઓ અને પ્રિન્સિપાલનુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે શાળાના શિક્ષક જે કે પટેલ દ્વારા શ્રી બાપા નર્સિંગ કોલેજ મેઘરજ ના તાલીમાર્થીઓ અને શાળા પરિવારના દરેક બાળકો તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો









