GUJARATKALOL(Panchamahal)PANCHMAHALUncategorized

કાલોલ નુરાની ચોક ખાતે કરબલા ના શહીદો ની યાદમાં વાયઝ અને નિયાઝ નું ભવ્ય આયોજન કરાયું.

તારીખ ૨૬/૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં મોહરમ પર્વની ઉજવણી લઈને છેલ્લા કેટલાય વર્ષોથી કરબલાના શહીદોની યાદમાં જુમ્મા મસ્જીદ નુરાની ચોક ખાતે કાલોલ સહિત વિવિધ ગામોના આલીમો થકી દર વર્ષે જશ્ને શહીદે આઝમ ઇમામ હુસેન કમેટી દ્વારા વાયઝ ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત મંગળવાર મોડી રાત્રિએ કરબલાના મેદાનમાં ઇસ્લામ ધર્મના ખાતરી શહિદી વહોરનાર હઝરત સૈયદ ઇમામ હુસેન ની યાદમાં વાયઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી એ પોતાના વક્તવ્યમાં હદીસની રોશનીમાં કરબલાની ગાથા વર્ણવતાં બયાન કરી હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેમાં અલેફ મસ્જીદના ઇમામ મોલાના વશીમકાદરી, મોલાના અબ્દુલ રશીદઅઝીઝી,મોલાના ઇદ્દરીશરઝવી,કાલોલ જુમ્મા મસ્જીદના નાયબ ઇમામ હાફીઝ ઉશ્માનઅશરફી અને શહેરના તમામ હાફિઝો સાથે મોટીસંખ્યામાં મુસ્લીમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તકરીર બાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી.ત્યારબાદ અજીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા નીયાજ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં તમામ મુસ્લીમ બિરાદરો ઉપસ્થિત રહી નીયાજ નો લાભ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button