
તા.૧૭.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Devgadhbariya:દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતા એ 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી ફરીયાદ કરી હતી જેથી સ્થળ પર 181 ટીમ સાથે પહોંચતા કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે તેઓના પાડોશી તેમને વારંવાર ડાકણ જેવા શબ્દો બોલી અને વારંવાર ઝગડો કરી હેરાનગતિ કરે છે, પીડિતા જણાવે છે કે અમારે જમીન બાબતનો ઝગડો હતો તે માટે ઘણા બધા પંચોણા કરવા છતાં નિકાલ આવતો નથી અને વારંવાર મને અપશબ્દ બોલી હેરાનગતિ કરે છે
જેથી પીડિતા ના પાડોશી ને તેમજ તેમના વડીલ લોકો ને બોલાવી અને પીડિતા ના પાડોશી ને સમજાવ્યા તમારી માં સમાન જેથી આવા અપશબ્દ ના બોલાય અને ડાકણ શબ્દ કોઈ પણ સ્ત્રી ને આવો અપમાનજનક શબ્દ ના બોલાય, તમારે જે કઈ સમસ્યા હોય તે જણાવો જેથી યોગ્ય નિકાલ થાય, તમારો તો આ તમારો દીકરો કુદરતી રીતે મૃત્યુ પામ્યો છે એમાં તમારા પાડોશી નો વાંક નથી. જેથી તેઓને અપશબ્દ બોલી હેરાનગતિ ના કરાય, જેથી તેમના પાડોશી ને પણ સમજાવ્યા અને તેમના વડીલો ને પણ આ બાબતે ધ્યાન દોરવા કીધું હતું પીડિતા ને પણ જણાવ્યું હતું કે તમારે મારપીઠ દરમિયાન 181 ફોન કરી મદદ લઇ શકો છો.પીડિતા ના પાડોશી ને સમજાવી અને બીજી વાર આવી ભૂલ ના થાય તે માટે બહાર ધરી લખાવી અને સમાધાન કર્યું હતું.









