BANASKANTHA

જડીયાલી ગામે સસ્તા અનાજની દુકાનનુ અનાજ બાંરોબારીયું થતા જાગૃત નાગરિક દ્વારા કરાઇ મામલતદારશ્રી ને રજૂઆત

૧૮ જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્સ.સંચાલક દ્વારા જાગૃત નાગરિકને જણાવવામાં આવ્યું કે મારે અનાજ કોને આપવું કે કોને ન આપવું એ મારી મરજી

જડીયાલ ગામે સસ્તા અનાજની દુકાન નામે વાલાભાઈ વીરાજી પટેલના નામે આવેલી છે અને ત સસ્તા અનાજની દુકાન તેમના દીકરા નામે રમેશભાઈ વાલાજી પટેલ દ્વારા ઘણા સમયથી ચલાવવામાં આવે છે. જેમાં અવાર નવાર આં સસ્તા અનાજની દુકાન નં સંચાલક તથા તેમના દીકરા દ્વારા અનાજનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવે છે. અને ગ્રાહકો ધાક ધમકીઓ આપવામાં આવે છે ગ્રાહકો દ્વારા અનાજ લેવા જાય ત્યારે તેમના અંગૂઠો આવતો નથી, અથવા તેમના રેશનકાર્ડ માં અનાજનો જથ્થો આવતો નથી જેવા બહાના બનાવી પાછા મોકલી દેવામાં આવે છે. જેમાં કડિયાળી ગામના સંચાલક દ્વારા તા 16/01/2023 ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ સંચાલક અને તેમના મળતીયાઓ સાથે મળી રાત્રીના સમયમાં એક ઇકો ગાડીમાં નંબર 2360 માં રાત્રે આવી સંચાલક દ્વારા અનાજનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવ્યો છે. અને આં બાબતે અનાજના જથ્થાના બારોબારીયાનો વિડિયો સોશીયલ મીડીયા વાયરલ થયેલ છે જેમાં ગામના જાગ્રત નાગરિક દ્વારા સંચાલક ને જાણ કરવામાં આવી તો સંચાલકે ધાક ધમકીઓ આપેલી અને સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું, કે આં અનાજ કોને આપવું કોને ન આપવું એ અમારી મરજીની વાત છે, અને જાગૃત નાગરિકને સંચાલક દ્વારા જાનથી મારી નાખવાની પણ ધમકી આપી.

[wptube id="1252022"]
Back to top button