AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાને પ્રાપ્ત થયેલો પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ સ્વિકારતા કલેકટરશ્રી મહેશ પટેલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*કલેકટર શ્રી મહેશ પટેલે સૌને સહિયારા પ્રયાસો માટે પાઠવ્યા અભિનંદન*દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગને ગત દિવસો દરમિયાન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગનું નોમિનેશન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ માટે થવા પામ્યું હતું. આ એવોર્ડ માટેની પ્રક્રિયામાંથી પસાર થઇ ડાંગ જિલ્લાને સિલ્વર એવોર્ડ મેળવવામાં સફળતા મળી છે. દિલ્હીથી મળેલો આ એવોર્ડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મેળવવામાં આવ્યો હતો, જે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં, જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ અને તેમની ટિમ સહિત સૌને સહિયારા પ્રયાસો માટે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button