BANASKANTHATHARAD

ઉંદરાણા ગામનું હિર ઇન્ટરનેશનલ વિલચેર ક્રિકેટ માં ઝળહળ્યું

૧૧ એપ્રિલ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્સ.ભરત ભાઈને આગામી દિવસોમાં ગુજરાત વિલચેર ક્રિકેટ એસસિયેશનના સાઉદી અરેબિયાના પ્રવાસ માટે ભારતની ટીમ માં સિલેક્ટ થવા બદલ ખુબ ખુબ અભિનંદન

થરાદ તાલુકાના ઉંદરાણા ગામના વતની ભરતભાઈ રવજીભાઈ ચૌધરીએ ઇન્ટરનેશનલ વિલ ચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ માં વડોદરા ખાતે રમાયેલ વિલ ચેર ક્રિકેટમાં શ્રીલંકા સામે સારું પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચ બનેલ અને શ્રીલંકા સામે ભારત ની ટીમને જીત આપાવેલ. આગામી દિવસોમાં ગુજરાત વિલ ચેર ક્રિકેટ એસોસિયેશન સાઉદ એરેબિયના પ્રવાસ માટે ભારતની ટીમ ઇલેવનમાં સિલેક્ટ થયા.
ભરત ભાઈ એ 2021મા ઊંઝા ઉમિયા માતાજી દર્શન કરવા ગયા ત્યારે ત્યાં આગળ ગુજરાત વિલચેર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત ટીમનું સિલેક્શન કેમ્પ રાખેલો હતો ત્યાં ભરતભાઈ ક્રિકેટ એસોસિયેશન ના પ્રેસિડન્ટ મનીષભાઈ ને મળ્યા અને બધી વાતચીત કરી પછી ભરત ભાઈએ કેમ્પમાં ભાગ લીધો અને  ગુજરાત ટીમની અંદર સિલેક્શન કરવામાં આવ્યા. પછી જમ્મુ કાશ્મીરમાં પણ લઈ ગયા તેની અંદર ગુજરાત વિલેચર ક્રિકેટ ના કેપ્ટન તરીકેની ફરજ આપવામાં આવી એની અંદર સેમી ફાઇનલ ગુજરાત જીત્યું  ત્યાર પછી વડોદરા એસઆરપી ગ્રાઉન્ડમાં સરદાર પટેલ બિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું તે આઠ રાજ્યોની ટુર્નામેન્ટ હતી એની અંદર ગુજરાત વિલેચર સેમિફાઇનલમ સુધી પહોંચ્યા ત્યાર પછી 2023 ની અંદર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ નું આયોજન થયું એની અંદર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભારત વચ્ચે ટુર્નામેન્ટનું આયોજન થયું એની અંદર ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમવાની એની અંદર મેન ઓફ ધ મેચ નો એવોર્ડ મને મળ્યો અને  ભારતને વિજેતા બનાવ્યો

[wptube id="1252022"]
Back to top button