પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાથી માહિતગાર કર્યા
*પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે વિકસિત ભારત
વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
(માહિતી બ્યુરો,પાલનપુર)
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં પ્રવેશ કરતાં પ્રાથમીક શાળામાં તાલુકા સંગઠનના પ્રમુખ મોતીભાઈ પાળજા, પાલનપુર તાલુકા સંગઠન મહામંત્રીશ્રી અમરતભાઈ સીલાતર, યાત્રાના ઈન્ચાર્જશ્રી મનોજભાઈ રાવલ, સરપંચશ્રી રશ્મીબેન છાપીયા, જીલ્લા મીડીયા સેલ ઈન્ચાર્જશ્રી આશુતોષભાઈ બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિવિધ યોજનાથી માહિતગાર કરી સ્થળ પર લાભ અપાયા હતા.કાર્યક્રમ અંતર્ગત આઇ.સી ડીએસ વિભાગ દ્વારા ગર્ભવતી બહેનોને માતૃશક્તિના પેકેટ તથા કિશોરીઓને સરકારના પૂર્ણા આહાર પેકેટ અને આયુષ્યમાન ભારત કાર્ડનુ મંચસ્થ મહાનુભાવો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. રથ અન્વયે લોકોએ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તેમજ આરોગ્ય ચકાસણી અને વિવિધ યોજનાકીય સ્ટોલનો લાભ લીધો હતો. મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા આત્મ નિર્ભર બનવા અંગેનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને સાકાર કરવા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યકમમાં તાલુકા સંગઠન યુવા મોરચાના પ્રમુખશ્રી ચેહરભાઈ નાઈ, સંગઠન આગેવાનશ્રી હિતેશભાઈ દેસાઈ, ચંડીસર ગામના ડે.સરપંચશ્રી નુરભાઈ સિન્ધી, પશુપાલન અધિકારીશ્રી ગઢવી, જી.ઈ.બી. અધિકારીશ્રી પટેલ, આરોગ્ય ખાતાના અધિકારીશ્રી ભરતભાઈ પટેલ, ગ્રામ પંચાયત સદસ્ય વાલજીભાઈ ચૌધરી, દિનેશભાઈ નાંગોસ, રમેશભાઈ ચૌહાણ, નરેશભાઈ ગાલવાડીયા, દોલાજી લગોટી, સોમાભાઈ ભાગળીયા, ધીરાજી લોરવાડીયા, તલાટી મીનાબેન પટેલ, સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







