GUJARAT

ડેડીયાપાડાના માંચ ચોકડીથી કિંમત રૂપિયા ૨૪,૦૯,૯૦૦/-નો પ્રોહી. મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

ડેડીયાપાડાના માંચ ચોકડીથી કિંમત રૂપિયા ૨૪,૦૯,૯૦૦/-નો પ્રોહી. મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

તાહિર મેમણ : ડેડીયાપાડા – 20/02/202 – આંતર રાજ્યમાંથી આવતા વાહનો ઉપર સઘન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર થતી પ્રવ્રુત્તિઓ અટકાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા કડક ડેડીયાપાડા પી. આઈ.પી.જે.પંડ્યા, પોલીસ ઇન્સપેકટર,ડેડીયાપાડાનાઓ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માંચ ચોકડી ખાતે સાથેના પોલીસ માણસો સાથે વાહન ચેકીંગમા હાજર હતા. તે દરમ્યાન પી.જે.પંડ્યા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનાઓને બાતમી મળેલ તે આધારે મેટલીક ડાર્ક બ્લુ કલરની XUV 700 મોડલની ફોરવ્હીલ ગાડી નંબર GJ 16 DG 1804માં તથા બીજી મહિન્દ્રા કંપની XUV 300 મોડલની ફોરવ્હીલ ગાડી નંબર MH 16 DC 5354માં ગેરકાયદેસર પ્રોહી. મુદ્દામાલનું વહન કરનાર હોઇ પ્રોહી. વોચમાં તથા નાકાબંધીમાં જરૂરી પોલીસ માણસો સાથે હાજર હતા. તે દરમ્યાન બાતમી હકિકતવાળી બંન્ને ગાડીઓ આવી જતાં આરોપી અશોકભાઇ કેસરીમલ માલી ઉર્ફે મારવાડી, રહે. કંબોડીયા, મંદિર ફળીયુ, તા.નેત્રંગ, જી. ભરૂચનાનો પકડાઇ ગયેલ. જે બંન્ને ગાડીઓમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના નાના મોટા બોટલ નંગ ૧૩૧૯ કુલ કિંમત રૂ. ૦૧,૭૯,૯૦૦ તથા તથા બંન્ને ગાડીઓ અને અન્ય મુદ્દામાલ મળી ૨૪,૦૯,૯૦૦/- નો કબ્જે કરવામાં આવેલ છે. જેમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં મુદ્દામાલ આપનાર તેમજ મુદ્દામાલ મંગાવનાર અને ગાડી મુકી નાસી જનાર અને ગેરકાયદેસર પ્રોહી મુદ્દામાલ વહન કરવા માટે વાહન પુરું પાડનાર ઇસમો મળી પકડાઇ ગયેલ એક આરોપી તેમજ અન્ય આઠ આરોપી એમ કુલ મળી ૦૯ આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો રજી.કરી આગળની વધુ તપાસ પો. ઇન્સ. પી. જે. પંડ્યાનાઓ કરી રહેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button