BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર,જેતપુરપાવી અને સંખેડા ખાતે વિદ્યા પ્રવેશ તાલીમનું આયોજન

રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી શિક્ષણનીતિના અનુસંધાને જી.સી.આર.ટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,છોટાઉદેપુર દ્વારા વિદ્યા પ્રવેશ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુરમાં એસ.એફ. હાઇસ્કુલ, પાવીજેતપુરમાં શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કુલ,સંખેડામાં ડીબી પારેખ હાઇસ્કુલ ખાતે બાયસેગ તેમજ જિલ્લાના તજજ્ઞો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે.

આ તાલીમમાં સરકારી માધ્યમિક શાળાના ૧૦૦ ટકા અને ગ્રાન્ટેડ શાળાના ૫૦ ટકા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લમાં ત્રણ સ્થળ પર બે તબક્કામાં આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની તાલીમ ૨૮,૨૯, ફેબ્રુઆરી ૦૧ માર્ચ અને બીજા તબકકાની તાલીમ ૪,૫,૬, માર્ચ ૨૦૨૪ દરમિયાન યોજાનાર છે. પ્રથમ તબકકાની તાલીમ હાલ શિક્ષકોને આપવામાં આવી રહી છે. પ્રથમ તબકકાની તાલીમનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, શિક્ષણ નિરીક્ષકશ્રી તેમ જ અન્ય અધિકારીઓ દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવે છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button