સુરેન્દ્રનગર જિલ્લામાં ખુલ્લા કુવા બોરવેલમાં બાળકો પડવાની ઘટનાઓ અટકાવવા વિગતવાર ડેટાબેઝ તૈયાર કરવા આદેશ
તા.16/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
શારકામ એજન્સીની નોંધણી, ડ્રિલિંગ સ્થળે આડશ, વપરાશમાં ન હોય તેવા બોર, પાતાળકૂવા ભરી દેવા સહિતની કામગીરી માટે જવાબદારીઓ સુનિશ્ચિત કરાઈ.
દેશમાં વિવિધ સ્થળોએ ખુલ્લા અને બિનવારસી બોર અને પાતાળકૂવામાં પડી જવાને કારણે સંખ્યાબંધ બાળકો પોતાનો જીવ ગુમાવે છે ભૂતકાળમાં બનેલા આ પ્રકારના બનાવોને ધ્યાને રાખી દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે તા.૧૧/૦૨/૨૦૧૦ અને તા.૦૬/૦૮/૨૦૧૦નાં આદેશથી વિસ્તૃત સલામતી માર્ગદર્શિકા ઘડવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ માર્ગ દર્શિકાનાં ચુસ્ત અમલીકરણ, અને તેની ચકાસણી કરવા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીઓ સહિતનાં સંબંધિત વિવિધ અધિકારીઓને સૂચના આદેશ આપવામાં આવ્યા છે આ માર્ગદર્શિકા મુજબ બોર અને પાતાળકૂવાનું ખોદકામ શરુ કરતા પહેલાં જમીનના માલિકે ઓછામાં ઓછા ૩૦ દિવસ અગાઉ સંલગ્ન સત્તાધીશોને જેમ કે ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત વિસ્તારમાં સંબંધિત તાલુકા પંચાયતો અને શહેરી વિસ્તારનાં કિસ્સામાં મહાનગર પાલિકા, નગરપાલિકાને બોરકૂવા અને પાતાળ કૂવાનાં બાંધકામ અંગે જાણ કરવાની રહેશે ખોદકામ કરનાર એજન્સીની ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે તેમજ જે સ્થળે બોરવેલ અને ટ્યૂબ વેલનું ખોદકામ કે સમારકામ થઈ રહ્યું હોય ત્યાં ડ્રીલીંગ એજન્સીના પૂરૂ સરનામું, બોરવેલ અને ટ્યુબબેલના વપરાશકર્તા કે માલિકની વિગતો સહિતની વિગતો દર્શાવતું સાઈન બોર્ડ પણ લગાવવાનું રહેશે જે સ્થળે ખોદકામ થઈ રહ્યુ હોય તે સ્થળને તાર અથવા તો અન્ય કોઈપણ અનુકૂળ આડાશથી ઘેરી લેવાનું રહેશે. જે સ્થળે ખોદાકામ થઈ રહ્યું હોય ત્યાં ૦.૫૦ x ૦. ૫૦. X ૦.૬૦ મીટરની (૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલથી ઉપર અને ૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલથી નીચે)નું સિમેન્ટનું પ્લેટફોર્મ બોરવેલની ફરતે બાંધવાનું રહેશે બોરવેલને સ્ટીલની પ્લેટ અથવા અન્ય મજબૂત ઢાંકણાથી નટબોલ્ટ સાથે પેક કરવાનો રહેશે સમાર કામના કેસમાં પણ ટ્યૂબવેલને ખુલ્લી મૂકી શકાશે નહીં નિર્માણ કામ સમાપ્ત થયે શારકામ એજન્સીએ જમીનનાં ખાડા તથા ચેનલો પૂરવાની રહેશે વપરાશમાં ન હોય તેવા બોરવેલ ટ્યુબવેલને તળિયેથી જમીન સુધી માટી દ્વારા પુરાણ કરી દેવાનું રહેશે ખોદકામ પૂર્ણ થયે જમીનને યથાસ્થિતિમાં પૂર્વવત કરવાની રહેશે જિલ્લા બ્લોક ગ્રામ્ય સ્તરે ઉપયોગમાં લેવાઈ રહેલા બોરવેલ ટ્યુબવેલ, વપરાશમાં ન હોય તેવા બોરવેલ ટ્યુબવેલ, ખુલ્લી હાલતમાં હોય તેવાં બોરવેલ ટ્યુબવેલ સહિતની વિગતો જિલ્લા કક્ષાએ અદ્યતન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અંગે ચકાસણી સહિતની પ્રક્રિયાઓ પણ હાથ ધરાશે જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે વિગતવાર આદેશ કરવામાં આવ્યા છે માર્ગદર્શિકાની જોગવાઈઓને પૂર્ણ કરવામાં જો કોન્ટ્રાક્ટર શારકામ એજન્સી નિષ્ફળ જાય તો રૂ.૧૦,૦૦૦ નાં દંડ સહિતનાં ખર્ચની વસૂલાત કરવામાં આવશે આ ઉપરાંત, જોગવાઈ ઓનાં ઈરાદા પૂર્વકનાં ઉલ્લંઘન કે મોટી બેદરકારી બદલ ઈન્ડિયન પેનલ કોડની કલમની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવા સહિતનાં પગલા લેવામાં આવશે.









