AHAVADANGGUJARAT

ડાંગના પ્રજાજનોને ગાંધી-શાસ્ત્રી જયંતીના અવસરે જિલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાની તક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય સંલગ્ન, નેહરુ યુવા કેન્દ્ર, ડાંગ દ્વારા આગામી તા.૧૫ મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ગાંધી- શાસ્ત્રી જયંતીના અવસરે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની વકૃત્વ સ્પર્ધા, ભારતના સંસદ ભવન-દિલ્લી ખાતે કરવામાં આવનાર છે. જેના ઉપલક્ષમાં યુવાનોની પસંદગી જિલ્લા કક્ષાના આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવશે.

તા.૧લી ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ ૧૮ થી ૨૯ વર્ષની વયજુથના, અને ડાંગના નિવાસીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા પાત્ર છે. જિલા કક્ષાની સ્પર્ધા હિન્દી અથવા  અંગ્રેજી ભાષામાં આયોજિત કરવામાં આવશે. જિલા કક્ષાની સ્પર્ધાનો વિષય ‘વર્તમાન કાળમાં ગાંધીજીના વિચારોની મહ્તતા’ છે.

જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ ઓનલાઈન યોજાશે. જે અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે યુવાનોને જિલા યુવા અધિકારીની કચેરી, આહવા અથવા મોબાઈલ નંમ્બર ૮૬૬૮૫ ૯૪૬૪૯, ૭૭૧૫૯ ૭૪૫૮૬ ઉપર સંપર્ક સાધવા આયોજકો દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button