શિક્ષક દિન નિમિત્તે મહિસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત વિતરણ સમારોહ સંતરામપુર ખાતે યોજાયો

રિપોર્ટર…
અમીન કોઠારી
મહિસાગર….
શિક્ષક દિન નિમિતે મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ યોજાયો
સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે.– સાંસદ રતનસિંહ રાઠોડ
માહિતી બ્યૂરો મહીસાગર

મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ સાંસદશ્રી રતનસિંહ રાઠોડેની અધ્યક્ષતામાં સંતરામપુર ટાઉનહૉલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રી રતનસિંહ રાઠોડે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન અને તમામ ગુરુજનોની વંદના કરતા જણાવ્યુ હતું કે, શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે. પુર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણનના જન્મ દિવસને ગુરૂને સન્માનવાનો દિવસ એટલે કે શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમિલાબેન ડામોરે પુર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણને તેમનો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પીત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. શિક્ષક અને માતા એક સિક્કાની બે બાજુ છે. શિક્ષણ બાળકના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ માટે તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાંથી સંતરામપુર તાલુકાના સંત શિક્ષણાનુભવ પ્રા.શાળાના આસિસ્ટન્ટ શિક્ષકશ્રી કોઠારી ફૈયાઝ અહેમદ શબ્બીર, ખાનપુર તાલુકામાથી છાણી પ્રા.શાળા આસિસ્ટન્ટ શિક્ષકશ્રી હિનાબેન જીવણભાઈ પટેલ અને સોમાભાઇ પૂજાભાઈ ડામોરને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા. જયારે જિલ્લા કક્ષા માટે પ્રાથમિક વિભાગમાથી સંતરામપુર તાલુકાના સંત શિક્ષણાનુભવ પ્રા.શાળાના આસિસ્ટન્ટ શિક્ષકશ્રી પ્રજાપતિ વર્ષાબેન મંગળભાઈ, જિલ્લા કક્ષા સી.આર સી/બી.આર.સી/કેળવણી નિરીક્ષક/એચ.ટાટ આચાર્ય વિભાગમાથી સતરામપુર તાલુકાના કણજરા પ્રાથમિક શાળાના એચ.ટાટ આચાર્ય શ્રી ઉમેશકુમાર કાંતિલાલ પુવાર અને માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાથી લુણાવાડા તાલુકાના મધવાસ ગામની નવસર્જન હાઈસ્કુલના મદદનિશ શિક્ષકશ્રી દિનેશભાઇ હીરાભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા.
સાથે સાથે શ્રેષ્ઠ દેખાવ કરનાર જિલ્લાના પ્રતિભાશાળી બાળકોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં ૭ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુમાં ૫ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલ બદલી કેમ્પમાં મહીસાગર જિલ્લામાં કેમ્પ દરમ્યાન ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શકતા સાથે ખાલી જગ્યાઓનું રીયલ ટાઇમ અપડેશન ગૂગલશીટના માધ્યમથી કરવામાં આવ્યું. બદલી માટે આવેલ શિક્ષકોએ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવેલ પારદર્શક આયોજનની પ્રસંશા કરી ખુશી વ્યકત કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આ કામગીરીમાં સહયોગી થનાર શિક્ષક મિત્રો સર્વશ્રી નરેન્દ્રભાઇ પટેલ, સોમાભાઇ પટેલ, મનોજકુમાર પટેલ, પરેશકુમાર પટેલ, રાકેશકુમાર બારૈયા, મેહુલકુમાર પટેલ ,ભાવિકકુમાર પટેલ, હેમાંગકુમાર પટેલને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી બાબુભાઇ, જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડયા અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળવા બદલ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે જીવનમાં શિક્ષકોનું મહત્વ વર્ણવતા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
સમારોહના પ્રારંભમાં સંતરામપુર કન્યા શાળાની બાલીકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ શરુ થયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.અવનીબા મોરીએ મહાનુભાવોને આવકાર્યા હતા.અંતે શિક્ષણ નિરીક્ષકશ્રી સુનીલ પારગીએ આભાર વિધિ કરી હતી
આ પ્રસંગે મહીસાગર જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, બી આર સી સી આર સી સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ શિક્ષક દિન નિમિત્તે સંકલ્પ લીધો હતો.
*****************









