GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજનના લાભાર્થીઓ  માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરાયું

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજનના લાભાર્થીઓ

માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરાયું

અરજદારે પ્રાથમિક આરોગ્ય,સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના વીસીઇનો સંપર્ક કરવો

મહીસાગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજનના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરેલ છે .કાર્ડ કઢાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરીના વીસીઇનો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત હાલ વ્હાલી દીકરી યોજના અમલમાં છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તબક્કાવાર રૂ.૧,૧૦,૦૦૦/-ની સહાય ચૂકવવા આવે છે. જે દીકરીઓને મંજૂરી હુકમ આપવામાં આવેલ છે.

તમામ દીકરીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ લાભ મળે તે હેતુથી વ્હાલી દીકરી યોજનાના તમામ લાભાર્થીઓના તથા કુટુંબના તમામ સભ્યોના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. હાલ મહીસાગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજનાના ૨૦૬૩ લાભાર્થીઓ છે. એ તમામ લભાર્થીઓના વાલીઓને તેમની દીકરીનું આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અરજદારે પોતાનું તથા દીકરીનું આધારકાર્ડ,રેશનકાર્ડ દીકરીનો જન્મનો દાખલો અને આવકનો દાખલો લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના વીસીઇનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. આયુષ્માન કાર્ડ કઢાવવામાં કોઈ મુશ્કેલી જણાય તો મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફોન:-૦૨૬૭૪ ૨૫૦૧૮૧ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button