
રાજપીપળા મુસ્લિમ ખત્રી બાવિસી જમાતની મળેલ મિટિંગમાં પ્રમુખ, ઉપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી
રાજપીપળા : જુનેદ ખત્રી
તારીખ ૨૦.૦૭.૨૩ ગુરુવારે રાજપીપળા ખત્રી બાવીસી જમાતની કમિટી બનાવવા માટે મીટીંગ રાખવામાં આવી હતી જેમાં સર્વ સંમતિથી પ્રમુખ સહિત ૭ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે ખત્રી હાજી નિશાર એહમદ (ગોલ્ડન) ઉપપ્રમુખ તરીકે ખત્રી એજાજ ભાઈ (પેન્ટર) ખજાનચી તરીકે ખત્રી હાજી રફીક એહમદ (પપ્પુ ભાઈ) ની નિમણુક કરાઈ છે ઉપરાં ખત્રી વસીમ (આદર્શ) ખત્રી અબ્દુલ કાદીર (હુક્કા વાલા) ખત્રી ઇમરાન (ડેલા વાળા) ખત્રી ઈરફાન (ફેશન પોઈંટ) ની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે
હોદ્દેદારોની વરણી કરી કમિટી બનાવવામાં આવી છે ત્યારે ગુજરાત ભરમાં મુસ્લિમ ખત્રી બાવીસી જમાત દ્વારા દરેક ગામે કમિટી બનાવી સમાજના ઉત્થાન ના કર્યો કરવામાં આવનાર છે ઉપરાંત સમાજમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરવો, સામાજિક અને આર્થિક પાસાઓ વિગેરે માં સુધારો થાય તેમજ સમાજનો દરેક નાગરિક પ્રગતિશીલ બને આધુનિક જમાનામાં દુનિયા સાથે ખભે થી ખભે મિલાવી પગભર થાય તેમજ સમાજના વિકાસ સાથે દેશના વિકાસમાં ભાગીદાર બને તે હેતુ થી કમિટીની રચના કરવામાં આવી છે