પરપ્રાંતિય ઈસમોને કામે રાખી પોલીસને જાણ ન કરતા ટાયર સર્વિસ ના માલિક સામે વેજલપુર પોલીસની કાર્યવાહી

તારીખ ૧૮/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી કે ગોહિલ પોલીસ સ્ટાફ સાથે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલીકરણ કરાવવા માટે ઇસમોને કામે રાખનાર માલિકોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરાવેલ છે કે કેમ તે અંગેની તપાસ કરતા ગ્રાન્ડ એકતા ટાયર સર્વિસમાં કેટલાક પરપ્રાંતીય ઈસમો ને કામે રાખી તેની જાણ પોલીસ સ્ટેશનમાં કરાવતા નથી જે આધારે સ્થળ ઉપર જઈ તપાસ કરતા આફતાબ આલમ શેખ મુળ રે. માધવપુર ચંપારણ બિહારનો હોવાનું જણાવેલ તેમજ ગ્રાન્ડ એકતા સર્વિસ ના માલિક તાહિર સલીમ ભટુક દ્વારા આ ઈસમને કામે રાખ્યા અંગેની વેજલપુર પોલીસ સ્ટેશનમાં કોઈ નોધ કરાવેલ નથી કે આ ઈસમ પાસેથી આઈડી પ્રૂફ પણ મેળવેલ નથી જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના તારીખ ૧૫/૦૪/૨૪ ના જાહેરનામા ભંગ બદલ તાહિર સલીમ ભટુક રે ગોધરા સામે વેજલપુર પોલીસ દ્વારા જાહેરનામા ભંગ ની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.










