વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
તાલુકા અને જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીની અઢી અઢી વર્ષના રોટેશનની નિતી અનુસાર, આગામી તા.૧૪ મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ તથા ઉપ પ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારશ્રીના એક જાહેરનામા અનુસાર, ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ આગામી તા.૧૭ સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે. જેને ધ્યાને લેતા બીજા અઢી વર્ષ માટે પ્રમુખશ્રી, અને ઉપ પ્રમુખશ્રીઓની વરણી કરવાની થાય છે. જે મુજબ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે એસ.ટી. (મહિલા) સીટ, અને સુબિર તાલુકા પંચાયત માટે પણ એસ.ટી. (મહિલા) સીટ સહિત આહવા અને વઘઇ તાલુકા પંચાયતો માટે એસ.ટી. ઉમેદવાર માટે બેઠકો જાહેર કરવામાં આવી છે.
આ તાલુકા/જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તા.૧૪/૯/૨૦૨૩ ના રોજ તેમની પંચાયતો માટે પ્રમુખશ્રીઓની વરણી કરશે. નવા વરાયેલા આ હોદ્દેદારો તારીખ ૧૭/૯/૨૦૨૩ બાદ તેમનો કાર્યભાર સંભાળશે.