GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર પ્રજાપતિ કણસાગરા પરિવાર ના આંગણે લગ્નપ્રસંગમાં પ્રભુ શ્રી રામની આરતી ઉત્તરાઈ

WANKANER:વાંકાનેર પ્રજાપતિ કણસાગરા પરિવાર ના આંગણે લગ્નપ્રસંગમાં પ્રભુ શ્રી રામની આરતી ઉત્તરાઈ

આજે ૨૨ જાન્યુઆરી અયોધ્યા પ્રભુશ્રી રામની નિજમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર ભારત અને હિન્દૂ સનાતનીના હૈયામાં અનેરો ઉત્સવ છવાયો છે અને હરેક શેરી મહોલમાં મંદિરોમાં મહાઆરતી દીપમાળા અન્નકૂટ જેવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે વાંકાનેર ના પ્રજાપતિ સમાજના કણસાગરા પરિવારમાં પેન્ટર ભક્તિ ને ત્યાં અરવિંદભાઈ મકનભાઈ કણસાગરાના લાડકવાઈ દીકરી ચી. સોનલબેન ના શુભલગ્ન મકનસર ગામના ભરતભાઈ ગોપાલભાઈ ધરોડીયાના સુપુત્ર ચી.કિશનકુમાર સાથે યોજાયેલ ત્યારે કણસાગરા પરિવારે માંડવા, અને જાનપક્ષ તેમજ આમંત્રિત મેહમાનો અને સગા સબંધીઓએ સાથે મળીને પ્રભુશ્રી રામની આરતીનું સુંદર આયોજન કરેલ. દીકરીના પિતા અરવિંદભાઈ સાથે વાતચીત માં તેઓએ જણાવેલ કે આજે સમગ્ર ભારતભરમાં પ્રભુશ્રી રામની મહાઆરતી થઈ રહી હોય અને અને આ એતિહાસિક દિવસે મારી લાડકી દીકરીના શુભલગ્ન છે અને એ તેના દાંમ્પત્ય જીવનની શરૂવાત કરી રહ્યા છે ત્યારે પ્રસંગમાં આવેલા મહેમાનો અને મારા સગા સ્નેહીઓ પણ આ વ્યવહારિક કાર્યમાં રોકાયેલ હોવાથી કોઈ મંદિર માં કે અન્યસ્થળે આ આરતીનો લ્હાવો ના લાઇસકે તેથી અમારા પરિવારે આ મહાઆરતીનું આયોજન કરેલ જેથી અહીં પધારેલા સર્વે આમંત્રિત લોકો આ મહાઆરતીનો લાભ લઈ શકે.

 

[wptube id="1252022"]
Back to top button