
રાજુલા તાલુકાના બર્બટાણા ગામની સર્વે નં ૧૯૩/૧પૈકી ૩ ની જમીન માંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવતા એડવોકેટ કામળીયા દ્વારા મુખ્યમંત્રીશ્રીને લેખીત ફરિયાદ કરવામાં આવી

રાજુલા તાલુકાના બર્બટાણા ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર ૧૯૩/૧પૈકી ૧ જમીનમાં નાવડીયા વિમલભાઈ બાબુભાઈએ ખોટી રજૂઆત કરી ખોટી સાઇડ બતાવી સાદી માટી ૧૦,૦૦૦/ મેટ્રિક ટન ૦.૬૪.૮૮ હે. આરે. ચો. મી કરેલ અને ખાણ ખનીજ અધિકારીઓ સાથે મિલાપી થઇ અને આ કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરી જે માટી રાજુલામા બનતા નેશનલ હાઇવે મા નાખવાની પરમીટ હોવા છતા બર્બટાણા રેલ્વે સ્ટેશનમા ૪૦,૦૦૦ મેટ્રિક ટન માટી રેલ્વેના કામમાં નાખેલ જે વિસ્તારમાં પરમીટ આપેલ હોવા છતા વધુ વિસ્તારમાં ખોદકામ કરી મોટા પાયે માટી ચોરી કરેલ હોય જેથી બર્બટાણા ગામના એડવોકેટ કે બી કામળીયા દ્વારા ખાણખનીજ અધિકારી કલેક્ટરશ્રી વિગેરેને ફરીયાદ કરેલ પરંતુ ખાણખનીજ અધિકારી પણ આમા છંડોવાયેલા હોય જેથી કોઈ ફરિયાદ કરવામાં નહીં આવતા એડવોકેટ કે બી કામળીયાએ મુખ્યમંત્રીશ્રીને લેખીત ફરીયાદ આપેલ છે
જો કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો હાઈકોર્ટેના દ્વાર ખખડાવવાની ચીમકી આપવમાં આવેલ છે
હવે જોવાનું એ કે શું ખાણખનીજ અધિકારીઓ વિમલ નાવડીયા સામે કાર્યવાહી કરશે ? શું કોઈ ફોજદારી ગુન્હો દાખલ થશે,? શું કોઇની ધરપકડ થશે ?, શું ખાણખનીજ અધિકારીઓ સામે ACB ની ફરીયાદ દાખલ થશે?









