
જાફરાબાદ, નાગેશ્રી, રાજુલા વિગેરે પોલીસ હેઠળ ઝડપાયો હતો

રાજુલા, જાફરાબાદ, મરીન પીપાવાવ, નાગેશ્રી વિગેરે પોલીસ મથકમા ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે રાજુલામા રોડ રોલર ફેરવી દઇ નાશ કરાયો હતો. ડીવાયએસપી હરેશ વોરા, પીઆઇ ઇન્દુબા ગીડા, પ્રાંત અધિકારી બરાસરા, જયેન્દ્રભાઇ બસીયા, હરપાલસિંહ ગોહિલ, જયરાજભાઇ વાળા, પારસભાઇ વિગેરેની હાજરીમા આજરોજ રાજુલામા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો. રાજુલા પોલીસ મથક, જાફરાબાદ મરીન, પીપાવાવ મરીન, નાગેશ્રી વિગેરે પોલીસ મથક દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામા આવ્યું હતુ.
[wptube id="1252022"]









