GUJARAT

નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ જુનાથાણા સ્થિત શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના જોખી હોલમાં યોજવામાં આવ્યો હતો.

નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શાળાના આચાર્ય શ્રીમતી પઉરૂચિસ્તી કડોદવાલાને શાળામાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા બદલ લોંગ સર્વિસ એવોર્ડ, ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ જુનાથાણા સ્થિત શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના જોખી હોલમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના પ્રમુખ ચેરમેન ઓફ એજયુકેશન કમિટિના ડૉ. જહાંગીર મિસ્ત્રી, જે.જે.પીબી ઈન્સ્ટીટટ્યુશન તથા અતિથિવિશેષ ડો.ઝુબીન કેકી,  અને અભિનેતા હર્ષિલ આશુતોષ દેસાઈ, સંસ્થાના લોકલ કમિટી ચેરમેન નેવિલ દુત્યા, લોકલ કમિટિ મેમ્બર્સ યોગેશભાઈ નાયક, ઉમાબેન ભટૃ, ભગીની સંસ્થા શેઠઆર જે.જે. હાઈસ્કૂલના આચાર્ય શ્રી અમીષભાઇ, આચાર્ય શ્રીમતી દિપીકાબેન તથા સર જે. જે. હાઇસ્કુલના હાઈસ્કૂલના ઈગ્લીશ મીડિયમ સ્કૂલના આચાર્યા શ્રીમતી તનાઝ અને શિક્ષિકા પિંકીબેન, શિક્ષિકા બહેનો , શાળા પરિવાર, મહેમાનો ઉપસ્થિત રહયા હતાં.
<span;>સૌપ્રથમ કાર્યકમની શરૂઆત સમધુર પ્રાર્થનાથી શરૂ કરી હતી. શાળાના આચાર્યા શ્રીમતી કડોદવાલાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટય બાદ કાર્યક્રમના પ્રમુખ ડો. જહાંગીર મિસ્ત્રી, ડો. સકલત, હર્ષિલ દેસાઇ, તેમજ ટ્રસ્ટી શ્રીમતી ઉમાબેને કાર્યક્રમ અન્વયે સુંદર પ્રવચન આપ્યું હતું. તેમજ શાળાના ત્રણ શિક્ષકો નાયક ખ્યાતિ, પારેખ પૂનમ, દીનાઝ બુહારીવાલા તેમજ કલાર્ક મનિષભાઇ પટેલ અને સંવિકાબેન દિપીકા પટેલને તેમના શાળામાં 15 વર્ષ પૂર્ણ કરવા બદલ સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શાળાના આચાર્ય શ્રીમતી પઉરૂચિસ્તી કડોદવાલાને શાળામાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા બદલ લોંગ સર્વિસ એવોર્ડ, ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. શાળા પરિવારના સભ્યોએ પણ તેમને સાલ તેમજ પુષ્પ આપી સન્માનિત કર્યા હતાં. તેમજ કાર્યક્રમના પ્રમુખ ડો.જહાંગીર મસ્ત્રીને  શાળાના આચાર્યો શ્રીમતી કડોદવાલા, દિપીકા બેન તેમજ તનાઝબેને સાલ પહેરાવી સન્માનિત કર્યા હતાં. શ્રીમતી કડોદવાલાએ પોતાનો long service award અને ચેરમેન દ્વારા લખેલ સન્માનપત્ર લેતાં, લાગણીશીલ થઇ ગયા હતાં. અને સૌપ્રથમ તેમની નિમણૂક કરનાર 7 માં બેરોનેટ સર તથા સ્વર્ગસ્થ ટ્રસ્ટી ડો.બરજોર ના ઋણનો સ્વીકાર કર્યો હતો.
<span;>આ અવસરે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નર્સરીથી લઈ ધોરણ-૫ ના બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કર્યો હતો. જેમાં પ્રેયર ડાન્સ, મસ્તી ડાન્સ, સેવ ટ્રી, મેરે ઘર રામ આયે હૈ, ગુજરાતી ફોક મિકસ, પેટ્રોટીક ડાન્સ, સ્કૂલ થીમ ડાન્સ વગેરે જેવા મનોરંજક ડાન્સ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. શાળાના શિક્ષકો દ્વારા પણ ખૂબ જ સુંદર ગરબાની કૃતિ રજૂ થઈ હતી. પ્રાર્થનાની તૈયારી આશ્લેષાબેન તેમજ નૃત્યની તૈયારી નેહાબેન પટેલે કરાવી હતી. ધોરણ-પ ના વિધાર્થીઓએ સ્વયંસેવકની સેવા બજાવી હતી.
<span;>આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાઓ આરમતી કીકા અને ગૌરીબેન પટેલે કરી હતી.  પૂનમ પારેખે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના તમામ સભ્યો દ્વારા સમૂહ રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button