AMRELIGUJARATRAJULA

રાજુલા પાસે ખાખબાઇ માતાજીના મંદિરે ચોરી

રાજુલા તાલુકામાં તસ્કરોનું તરખરાટ…

રાજુલાના ખાખબાઈ માતાજીના મંદિરે ચોરી
..

  • યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પાસે આવેલ ખાખબાઇ ગામે નાના ખાખબાઇ માતાજીના મંદિરે ચોરી થવાની ઘટના બનવા પામેલ છે ચોરી થવાની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ કરવામાં આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ હતી ત્યારબાદ રાજુલા પોલીસે આસપાસમાં તપાસ પણ કરેલી અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવેલી પરંતુ આ બાબતે હજુ સુધી આ ચોરી બાબતે માહિતી મળવા પામેલ નથી ત્યારે આ બાબતે આ મંદિરના પૂજારીના જણાવવા મુજબ માતાજીના ચાંદીનો મુગટ તેમજ 30 જેટલા ચાંદીના છત્ર ચોરોએ ચોરી કરેલી છે અત્રે જણાવવાનું કે અગાઉ પણ 15 વર્ષ પહેલા આ મંદિરમાં ચોરી થયેલી ત્યારે ગામ લોકોના જણાવવા મુજબ આ ચોરી કરનાર કોઈ વ્યક્તિ જાણું જ હોવું જોઈએ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પોલીસે ચોરોને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કરેલ છે…

[wptube id="1252022"]
Back to top button