GUJARATJAMBUSAR

આમોદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ ૨૪ વાહન ચાલકો દંડાયા,હજારોનો દંડ વસુલ કરાયો

આમોદમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવા પોલીસે અભિયાન શરૂ કર્યું હતું.આમોદના પોલીસ સબ ઇન્સપેક્ટર રાજેન્દ્રસિંહ અસવારની ઉપસ્થિતિમાં ટ્રાફિક વિભાગના જમાદાર શંકર બાવજી તથા પોલીસ સ્ટાફે આમોદ ચાર રસ્તા ખાતે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી.જેમાં પોલીસે બેફામ વાહન હંકારતા વાહન ચાલકો સહીત આર.ટી.ઓ.ના નિયમનોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં નંબર પ્લેટ વગરના ૧૩ વાહનો,હેલ્મેટ વગર મોટર સાઇકલ હંકારતા ૬ ચાલકો, તેમજ લાઇસન્સ વિના વાહન હંકારનાર ૫ ચાલકો સામે પોલીસે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે કુલ ૯૪૦૦ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.આ ઉપરાંત આડેધડ વાહનો પાર્ક કરનારા વાહન ચાલકોને પણ પોલીસે કડક સૂચના આપી હતી.પોલીસની કડક કાર્યવાહીથી ટ્રાફિક ડ્રાઈવના નિયમોને નેવે મૂકી વાહન હંકારનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button