GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ શહેર ઝોન કક્ષામાં બે દિવસમાં ૧૫૦૦ થી વધુ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા

તા.૨૦/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ખેલ મહાકુંભ ૨.૦ નો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં માત્ર બે દિવસમાં વિવિધ શાળાઓના અને ઓપન કેટેગરીના મળી કુલ ૧૫૩૦ રમતવીરોએ જુદી જુદી રમતોમાં તેમનું કૌશલ્ય દેખાડ્યું છે.

રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ રમત પ્રત્યે જાગૃત બને અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી ઘડી શકે તે માટે પ્રતિ વર્ષ મોટા પાયે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં ગત રોજ તા. ૧૯ ના ઝોન વન, ટુ, થ્રી માં ઓપન કેટેગરીઝના ૪૦ મળીને અંડર નાઇન, ઇલેવન, ફોર્ટીનના મળીને કુલ ૭૧૦ સ્પર્ધકો જોડાયા હતાં.

જયારે આજરોજ તા. ૨૦ જાન્યુઆરીના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન ૪ અને ૫ માં જુદી જુદી વય જૂથમાં અંડર નાઇન, ઇલેવન, ફોર્ટીન અને ઓપન એજ ગ્રુપમાં લગભગ ૮૨૦ જેટલા ખેલાડીઓએ જુદી જુદી ઇવેન્ટ્સમાં ભાગ લીધો હોવાનું જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાએ માહિતી આપતાં જણાવ્યું છે.

બંને દિવસ દરમ્યાન અંડર નાઈન એઈજ ગ્રુપમાં ૩૦ મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, અંડર ઇલેવનમાં ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, અંડર ૧૪ માં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, બર્ચી ફેક, ચક્ર ફેક અને અંડર ૧૭ માં ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ૧૫૦૦ મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, બરછી ફેક, ચક્ર ફેક સ્પર્ધાઓ ભાઈઓ અને બહેનોની અલગ અલગ કેટેગરીમાં યોજાય છે. ઓપન એઈજ કેટેગરીમાં પણ ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ૧૫૦૦ મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, બરછી ફેક, ચક્ર ફેક સહિતની વિવિધ સ્પર્ધાઓ હાલ ચાલી રહી હોવાનું રમત વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે.

ખેલ મહાકુંભ સ્પર્ધાના સફળ આયોજન અર્થે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના નેજા હેઠળ ૧૦ વ્યવસ્થાપક અને ૪૦ જેટલા ગેમ્સ ઓફિસિયલ્સ તરીકે કોચ, ટ્રેનર, પી.ટી. ટીચર્સ તેમજ વ્યાયામ મંડળ પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર વિશિષ્ઠ સેવા પ્રદાન કરી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button